Author : Shailesh Parekh (શૈલેષ પારેખ)
ભારતમાતાનાં બે સંતાનો – એક પૂર્વમાં આવેલા બંગાળનાં તો બીજા પશ્ચિમમાં ગુજરાતનાં.
એકે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવી બીજાએ જગતના બૌદ્ધિક વર્તુળમાં ભારતને ગૌરવ અપાવ્યું.
એક રાષ્ટ્રપિતા તો એક વિશ્વકવિએક મહાત્મા ગાંધી અને બીજા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર.
આ બંને વિભૂતિઓની વિદ્વત્તા અને ઉદ્દેશોમાં સામ્ય હોવા છતાં બંને વચ્ચે અનેક બાબતે મતભેદો હતા. સત્યની શોધમાં નીકળેલા બંને યાત્રીઓના માર્ગ જુદા હતા છતાં બંનેને એકબીજા પ્રત્યે અપાર સ્નેહ અને સન્માન હતાં.
મતભેદ ખરા છતાં મનભેદ નહીં એવા ગાંધીજી અને ગુરુદેવના અંતરંગ સંબંધને સમજવામાં મદદરૂપ થાય છે આ પુસ્તકમાં નિરૂપેલાં પ્રસંગો, સંવાદો અને તારણો...
સંકલન: શૈલેષ પારેખ
પુસ્તકનું નામ: ગાંધીજી વિરુદ્ધ ગુરુદેવ
પાના: 113
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી