Home/ Detail Info
Back

ABOUT BOOK


‘આત્મપ્રકાશનો પર્યાય’ રજનીશ


આચાર્ય રજનીશ એક દિવ્ય-ભવ્ય ચમત્કાર છે. એમને સમજવા-વાંચવા-વિચારવા માટે એક જન્મ ઓછો પડે. અંતર્ચક્ષુ ખોલ્યાં વિના, આ જ્ઞાન-શ્રદ્ધાનો અખૂટ સાગર ઓળંગી ન શકાય.


‘જીવનનો ઉત્સવ’ની અદ્ભુત કથાઓ માણતાં, નૂતન ઉન્મેષો-અર્થગ્રહણો ઉઘડતાં જાય છે. આત્માને ભીંજવી નાખતી આ કથાઓ જીવનના વિકટ પ્રશ્નોનો સહજ ઉકેલ બતાવે છે. ઈશ્વર, ધર્મ, અધ્યાત્મ, ગુરુ, કુદરત, સદાચરણ, સત્સંગ, પ્રાર્થના… આ શબ્દો જેમને સાંભળવા ગમતાં ન હોય તેમણે તો આ કથાઓ ખાસ માણવી જ રહી.


અહંકારના ભારથી મુક્ત બન્યા વિના સ્વયંનું પૂર્ણ પ્રગટીકરણ શક્ય નથી, એ આ કથાઓ સમજાવે છે. ખુદ સાથે જે પ્રામાણિક છે, સ્વાનુભૂતિનાં સહજ સાક્ષાત્કાર માટે જે તત્પર છે, જીવનની પૂર્ણ અભિવ્યક્તિ માટે જે તલસે છે, સમર્પણ માટે વિલીન થવા જે સદા આતુર છે તેને આ કથાઓ ખૂબ ગમશે.


જીવનને તેના પૂર્ણરૂપે માણવા દરેક ઉત્સવપ્રેમી વ્યક્તિએ આ પુસ્તક વાંચવું જ રહ્યું…

DETAILS


Title
:
Jivan Ek Utsav
Author
:
Osho (ઓશો)
Publication Year
:
2021
Translater
:
Madhuri Deshpande
ISBN
:
9789390572588
Pages
:
167
Binding
:
Paperback
Language
:
Gujarati