ઇન્ફોર્મેશન નેટવર્ક્સ કેવી રીતે આપણા દુનિયાને સર્જે છે અને નાશ કરે છે તેની વાત કરે છે. ‘સેપિયન્સ’ અને ‘હોમો ડિયસ’ ના લેખકનું નવું પુસ્તક. છેલ્લા 1,00,000 વર્ષથી આપણે સોપિયન્સે અદભુત શક્તિ મેળવી છે, પરંતુ આપણે બધી શોધો, આવિષ્કારો અને વિકાસ છતાં આપણા અસ્તિત્વ પર હવે જોખમ ઊભું થઈ ગયું છે. વિશ્વ એકબીજાથી વધુ જોડાયેલું અને જટિલ બન્યું છે અને આપણે તેમાં શું કરી રહ્યા છીએ તે વિશે આપણને જરા પણ ખાતરી નથી. હવે AI એક એવું જાળું ઇન્ફોર્મેશન નેટવર્ક છે, જે આપણા માનવજાત માટે ખતરનાક બની શકે છે. આપણે ઘણું શીખી લીધું છે છતાં આપણે આજે આ સ્થિતિમાં કેમ છીએ? ‘નેક્સસ’ પુસ્તક માનવઇતિહાસના સૌથી મહત્ત્વના ઇન્ફોર્મેશન આધારિત પ્રભાવો વિશે ચર્ચા કરે છે કે ઇન્ફોર્મેશનની શક્તિ આપણને કેવી રીતે બદલતી આવી છે. પથ્થર યુગથી શરૂ કરીને બાઇબલના કાનૂનીકરણ, પ્રિન્ટિંગ પ્રેસ, સમૂહ માધ્યમો અને સોશિયલ મીડિયાના વિકાસ સુધી યુવલ નોઆ હરારી આપણને માહિતી અને સત્તા, અફવાઓ અને સત્ય, ભય અને વિશ્વાસ વચ્ચેના સંબંધોની ગહન સમજ આપે છે. લેખક બતાવે છે કે ઇન્ફોર્મેશન નેટવર્ક્સે વિશ્વમાં લોકશાહી અને તાનાશાહી બંનેને કેવી રીતે આકાર આપ્યો છે. હવે કૃત્રિમ બુદ્ધિ એટલે કે AI આપણા અસ્તિત્વને જ જોખમમાં મૂકી રહી છે અને આપણે તાકીદે જ નિર્ણયો લેવાની જરૂર છે તેની ચર્ચા વિગતે રજૂ કરે છે. માહિતી સત્ય માટેનું સાધન માત્ર નથી, પરંતુ હથિયાર પણ બની શકે છે. ‘નેક્સસ’ આ અસ્થિર યુગમાં આપણને મધ્યમ માર્ગ શોધવામાં મદદ કરે છે અને એમ કરીને આપણી સહિયારી માનવતા ફરીથી મેળવવા મદદ કરે છે.