લેખક: સિતાંશુ યશસચંદ્ર
પુસ્તકનું નામ: સમકાલીન ભારતીય કવિતા
પાના: 286
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
देक्खउ सुणउ पईसउ साद्दउ। जिध्धउ भमउ बईसउ उठ्ठउ॥ आलमाल बवहारे बोल्लउ। मण च्छुडु एकाअरे म्म चलउ॥ चित्ताचित्त वि परिहरउ। तिमि अच्छउ जिमि बाल॥ गुरु-वयणे दृढ मति करु। होअइ सहज उल्लाल॥ सरहपा। આઠમી સદીના કાનફટા જોગી, સહજપંથી સિદ્ધ, નાલંદા વિશ્વવિદ્યાલયના એક આચાર્ય, પૂર્વ ભારતના આદિવાસીઓ સાથે જઈને, શ્રમજીવી બની રહેનાર. એમની આ પંક્તિઓનું સવિનય, આ પુસ્તકના વાચન સંદર્ભે રૂપાંતરઃ આ પુસ્તકના મુક્તિપ્રદ વિસ્તારમાં, પ્રિય વાચક, -- દેખો, સુણો, પ્રવેશો, સૂંઘો મનમુદ ભમો, બિરાજો, ઊઠો; શોભિત કવિત સહ રીતે બોલો; મન વિણ નવ એકે ડગ ચાલો. ચિત્ત અચિત્ત બન્ને પરહરો, એમ જીવો જ્યમ બાળ; કાવ્ય-વચને દૃઢ મતિ કરો, થશે સહજ ઉલ્લાલ! (અનુ. સિ.)