આપણે સૌ અત્યારે AIના સમયકાળમાં જીવી રહ્યાં છીએ.
AIને અત્યારે આપણે તૈયાર કરી રહ્યાં છીએ, જ્યારે આવનારો સમય કદાચ એવો હશે કે માનવજાત અને AI સામેસામે હશે.
અને એ સમયકાળ માટે આવતી પેઢીને તૈયાર કરવાની આજે તાતી જરૂરિયાત છે.
બાળકો અનાદિકાળથી આવનારા સમયનું ભવિષ્ય જ હોય છે, પણ એ આવનારા સમય માટે બાળકોને તૈયાર કેવી રીતે કરી શકાય એ અંગેના શાસ્ત્રીય માર્ગદર્શનનો અભાવ રહ્યા કરતો હતો. આ પુસ્તક એ દિશામાં એક સચોટ પ્રદાન છે.
આદર્શ ગર્ભવિજ્ઞાન, ઉત્તમ પરિવાર શિક્ષણ, શ્રેષ્ઠ શાળા શિક્ષણ અને અતિશ્રેષ્ઠ મનોઘડતર દ્વારા બાળકના સર્વાંગી વિકાસની સંપૂર્ણ પ્રક્રિયા અહીં વિસ્તૃત રીતે દર્શાવવામાં આવી છે.