Home/ Detail Info
Back

ABOUT BOOK


લેખક: ગૌરાંગ દાસ

અનુવાદ: અલકેશ પટેલ 

પુસ્તકનું નામ: ધ આર્ટ ઑફ હેબિટ્સ

પાના: 192

બાઈન્ડીંગ: પેપરબેક

ભાષા: ગુજરાતી

વાર્તાઓ અને ઉદાહરણોથી ગુંથાયેલું આ પુસ્તક વાંચી લીધા પછી પણ લાંબા સમય સુધી મનમાં ઘુમરાયા કરે છે. -હિમાંશુ ગૌતમ

સીઈઓ, સફળતા,કોમ જેઓ ઉત્તમ મેળવવાની ઇચ્છા રાખવા સાથે વ્યક્તિગત અને વ્યવસાયી જીવનમાં અસરકારક પરિણામો આપવા આતુર હોય છે તેવા પ્રત્યેક યુવાનોએ અને પ્રત્યેક મહત્ત્વાકાંક્ષી ભારતીયે આ પુસ્તક વાંચવું જોઇએ. -ભિમરાય મેત્રી સીઈઓ, આઈઆઈએમ - નાગપુર

 કોવિડ-૧૯ની વૈશ્વિક સ્તરે એવી પ્રચંડ અસર થઈ છે કે આજે આપણે દુનિયાને કોવિડ પહેલાંની અને કોવિડ પછીની દુનિયા તરીકે ઓળખવા લાગ્યા છે. આપણી જાતને એક નવી વૈશ્વિક વ્યવસ્થામાં ગોઠવવા પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે સુખાકારી વધારે તેવી સારી ટેવો કેળવાય તે આવશ્યક બની ગયું છે. ત્રણ પુસ્તકની આ શ્રેણી 'ધ આર્ટ ઑફ રેઝિલિયન્સ' તથા 'ધ આર્ટ ઑફ ફોકસ' પછી 'ધ આર્ટ ઑફ હૅબિટ્સ'માં ઊંડી અર્થસભર ૪૦ વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં જીવંત વર્ણનો તેમજ ઘટનાક્રમ દ્વારા જે વ્યાપક કેળવણી મળે છે તે વાચકોને દરેક પ્રકરણમાં રોમાંચિત કરશે. 'ધ આર્ટ ઑફ રેઝિલિયન્સ' પુસ્તકમાં કોવિડ રોગચાળાના પ્રારંભે જે પડકારજનક સ્થિતિ ઉપસ્થિત થઈ હતી તેનો સામનો કેવી રીતે કરવો તે અંગે વાચકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જ્યારે 'ધ આર્ટ ઓફ ફોકસ'માં સ્થિતિના સામના માટે સજ્જ થયેલા લોકોને કોવિડના નવા નવા વેવ દરમિયાન મક્કમ રીતે ટકી રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. અને હવે, 'ધ આર્ટ ઓફ હેબિટ્સ' વાચકોને સારી ટેવો કેળવવા માટેનું વિવિધ વૈચારિક ભાથું આપે છે જે રોગાચાળાથી ઊભી થયેલી પરિસ્થિતિમાં સંપૂર્ણ પરિવર્તન લાવી શકે છે. અને એ રીતે એવા મક્કમ મન માટે તૈયાર કરે છે જે ભવિષ્યની અનેકવિધ અણધારી અને પરિવર્તનશીલ ઘટનોઓનો સામનો કરી શકે.

DETAILS


Title
:
The Art of Habits
Author
:
Gaurang Das (ગૌરાંગ દાસ)
Publication Year
:
-
Translater
:
-
ISBN
:
9789395162791
Pages
:
-
Binding
:
-
Language
:
-