એક એવો ખતરનાક ગુનેગાર જે રાતના અંધારામાં પડછાયાની જેમ આવે છે અને ગુનો કરીને હવામાં ઓગળી જાય છે - ‘ધ બૅટ’.
પોલીસ અને દેશના મોટા ડિટેક્ટિવ્સ એ ‘બૅટ’ને પકડવા મથામણ કરી રહ્યા છે, પણ એ કોઈના હાથમાં આવતો નથી.
જ્યારે ૬૫ વર્ષની નીડર અને બુદ્ધિશાળી સ્ત્રી મિસ કૉર્નેલિયા એકાંતમાં આવેલો ‘સેડારક્રેસ્ટ’ બંગલો ભાડે રાખે છે, ત્યારે ભયાનક રહસ્યોનો સિલસિલો શરૂ થાય છે. અંધારી તોફાની રાત, વીજળીના કડાકા, બૅંકની લૂંટ, ધમકીભર્યા પત્રો, દીવાલ પાછળનો એક છૂપો રૂમ અને... એક ક્રૂરતાભર્યું ખૂન!
આ બંગલામાં એવું તે શું છુપાયેલું છે જેને શોધવા મોતનો પર્યાય બની ગયેલો ‘બૅટ’ આવ્યો છે? ઘરમાં હાજર લોકોમાંથી જ કોણ છે અસલી બૅટ?
વિશ્વપ્રસિદ્ધ રહસ્યકથાઓમાં અગ્રસ્થાને સ્થાન પામેલી રોમાંચક કૃતિઓમાંની એક અદ્ભુત સસ્પેન્સ-થ્રિલર નવલકથા જે અંતિમ પાનાં સુધી તમારા શ્વાસ અદ્ધર કરી દેશે!