Author : Stieg Larsson (સ્ટીગ લાર્સન)
કૌભાંડનો પર્દાફાશ Millennium મેગેઝીનના પ્રકાશક મિકાઈલ બ્લૂમફિસ્ટ ભ્રષ્ટાચારી લોકોને ઉઘાડા પાડવા માટે પ્રખ્યાત છે. જ્યારે એક યુવાન પત્રકાર તેમની પાસે સેક્સ ટ્રાફિકિંગ પર કરેલું સંશોધન લાવે છે ત્યારે મિકાઈલ આ લખલૂટ કમાણી કરતા અપરાધને કંટ્રોલ કરતા લોકો સામે યુદ્ધ છેડવા તત્પર થાય છે. શું આ અપરાધનો પર્દાફાશ એ કરી શકે છે? વાંચો, આ પુસ્તક જે તેના પાને પાને તમને રોમાંચિત કરી દેશે! હત્યા જ્યારે એક યુવા યુગલની તેમના સ્ટોકહોમ શહેરમાં આવેલા એપાર્ટમેન્ટમાં હત્યા થાય છે ત્યારે ઇન્સ્પેક્ટર યાન બુબ્લાન્સકી અને તેમની ટીમ માટે આ કેસનો ઉકેલ લાવવો બહુ સરળ છે એમ મનાય છે. હત્યા કરનારે હથિયાર સ્થળ પર જ છોડી દીધું છે અને તેના પર મળેલા ફિંગરપ્રિન્ટ માત્ર એક જ વ્યક્તિ તરફ ઈશારો કરે છે. કોણ છે એ વ્યક્તિ? રોમાંચ અને સસ્પેન્સથી ભરપૂર આ થ્રિલર તમને એકીબેઠકે વાંચવા માટે મજબૂર કરી દે તો નવાઈ નહીં! ધ ગર્લ Who played વિથ ફાયર આ હત્યા માટે કમ્પ્યૂટર સિક્યુરીટી એનાલીસ્ટ તરીકે કામ કરી ચુકેલી લીઝ્બેથ સલાન્ડરની તલાશ શરુ થાય છે. ભૂતકાળમાં તેણે હિંસક વલણ દેખાડ્યું છે અને તેને સમાજ માટે જોખમકારક માનવામાં આવે છે. પરંતુ કોઈ જાણી નથી શકતું કે લીઝ્બેથ ક્યાં છે. તેનો સંપર્ક માત્ર કોમ્પ્યુટર દ્વારા થઇ શકે છે. લીઝ્બેથ એક નિષ્ણાત હેકર છે અને કોઈપણ કોમ્પ્યુટર સિસ્ટમને હેક કરી શકે છે. એક સમયે લીઝ્બેથના ગાર્ડિયન રહી ચૂકેલ વયસ્ક વકીલની પણ હત્યા થાય છે. રહસ્ય ઘેરું બંને છે. શું પોલીસ લીઝ્બેથ સલાન્ડરને શોધી શકશે? શું એ શક્ય છે કે લીઝ્બેથે જ આ ત્રણ હત્યા કરી હશે? અનેક આંટીઘૂંટી ભરેલી આ રહસ્યકથાનો અંત ચોંકાવી દે તેવો છે.
લેખક: સ્ટીગ લાર્સન
ભાવાનુવાદ: નીતિન ભટ્ટ
પુસ્તકનું નામ: ધ ગર્લ હુ Played વિથ Fire
પાના: 452
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી