Author : Bhavesh Upadhyay (ભાવેશ ઉપાધ્યાય)
લેખક: ભાવેશ ઉપાધ્યાય
પુસ્તકનું નામ: Market Leadersના શ્રેષ્ઠ મંત્રો
પાના: 191
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
આપણે આપણી આજુબાજુ જે-તે ક્ષેત્રની ટોચની પ્રતિભાઓના પ્રદાનને જોતાં રહીએ છીએ અને આપણને એ સવાલ થાય છે કે કેવી રીતે આ લોકો માર્કેટ લીડર્સ બની શક્યા? આ લોકો એવું તે શું કરે છે, જેના કારણે સમાજના એક મોટા વર્ગ ઉપર તેમના કાર્યનો પ્રભાવ પડે છે?
આ અને આવા અનેક સવાલોના જવાબો ગુજરાતી ભાષામાં લખાયેલા આ સૌપ્રથમ પુસ્તકમાંથી મળશે.
- તમારી સંસ્થાનું મેકઓવર કેવી રીતે થાય?
- કેવી રીતે લોકોને પ્રોત્સાહિત કરી શકાય?
- બ્રાન્ડિંગ, માર્કેટિંગનો જાદુ શું છે?
- રિસ્ક કેવી રીતે હેન્ડલ કરાય?
- હરીફાઈમાં કેવી રીતે ટકી શકાય?
- ઇનોવેશન અને લીડરશિપ કેવી રીતે થાય?
- કપરા સમયમાંથી કેવી રીતે રસ્તો કાઢી શકાય?
- મલ્ટીટાસ્કિંગ કે મૅન્ટલ હેલ્થ કેવી રીતે કેળવાય?
Business, Development અને Brandingના ગુરુ ભાવેશ ઉપાધ્યાય અહીં તમારી માટે લાવ્યા છે પોતપોતાના ક્ષેત્રમાં Market Leader ગણાતા Expert પાસેથી શીખવા જેવી અમૂલ્ય વાતોનો ખજાનો.