Author : Sudha Murty (સુધા મૂર્તિ)
`મનની વાત’, `સંભારણાંની સફર’ અને `તમે જ તમારું અજવાળું’ જેવાં પુસ્તકોથી સુધા મૂર્તિએ લાખો વાચકોનાં જીવનમાં અજવાળું પાથર્યું છે.
આપણે સૌ જીવન ‘જીવીએ’ છીએ કે જીવનને ‘વેઢાંર્યા’ કરીએ છીએ એ અંગે આપણે કદી વિચારતાં જ નથી. જીવનને સાચી રીતે જોવાની, સમજવાની અને અમલમાં મૂકવાની સરળ ચાવીઓ તો આપણા ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિમાં અનેક જગાએ આપેલી જ છે.
જીવનના રોજબરોજના પ્રશ્નોમાં આપણે આપણી અંદરની નિર્દોષ સહજતા ખોઈને ચીલાચાલુ ઢબે વિચારો કર્યા કરીએ છીએ અને સરવાળે જીવનમાંથી કંઈક ‘પામ્યા’ વગર સંજોગો અને નસીબને દોષ દેતાં રહીએ છીએ.
જીવનપ્રવાસમાં સરળ બની વહેતાં રહીને સાચું જીવન કેવી રીતે જીવી શકાય? સુખ અને સંતોષ કેવી રીતે પામી શકાય? – આવી અદ્ભુત વાતો શીખવતી એક અનોખી રૂપકકથા તમારા હાથમાં છે.
સુધા મૂર્તિની અજોડ શૈલીમાં લખાયેલ આ પુસ્તક ‘વહેતી વાર્તાનો જાદુ’ તમને જીવનના એક સાચા અને અનોખા પ્રવાસનો અનુભવ કરાવશે.