લેખક: આનંદિતા રૈયાણી
પુસ્તકનું નામ: અખતરાપુરાણ
પાના: 112
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
આપણા ધર્મમાં ૧૮ પુરાણો આવેલાં છે.
આ પુરાણોના પાઠથી મનવાંછિત ફળ પ્રાપ્ત થતાં હશે...
પણ આજે આશાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ પાછળ દોડી રહેલો માણસ ટેન્શન અને સ્ટ્રેસથી પરેશાન છે. આવા સમયે એને હાસ્યથી હળવોફૂલ બનાવવા સૌરાષ્ટ્રનાં લેખિકા લઈને આવ્યાં છે એક નવું પુરાણ – ‘અખતરાપુરાણ’.
મોબાઇલનું વૉશિંગમશીનમાં ધોવાઈ જવું કે ડાયેટિંગ દરમિયાન મન ભોજન માટે લલચાઈ જવું.
કવિ બનવાના વ્યર્થ પ્રયત્નો કરવા કે મૉન્સૂન સેલમાં ખરીદી માટે મન ડગી જવું.
રોજિંદા જીવનમાં બનતા આવા જ મજેદાર કિસ્સા અને ઘટનાઓમાં હાસ્યરસ ઉમેરી આનંદિતા રૈયાણીએ સર્જેલો હાસ્યનિબંધોનો આ સંગ્રહ એટલે કે અખતરાપુરાણ. આશા છે કે જેના પાઠ કરવાથી વાચકને આનંદ, વિનોદ અને હાસ્યનાં મહામૂલાં ફળ પ્રાપ્ત થશે.