લેખક: કુમુદ વર્મા
પુસ્તકનું નામ: ભારત - ગૌરવ
પાના: 58
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
ભારત ગૌરવ પુસ્તક એક એવો દસ્તાવેજ કહી શકાય જેમાં આઠ વિશેષ વ્યક્તિઓના વ્યક્તિત્વ, કાર્યો અને સંઘર્ષનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ પુસ્તકનો ઉદ્દેશ્ય લોકોને પ્રેરણા આપવાનો છે કે વ્યક્તિ સામાન્ય સ્તરેથી કેવી રીતે અસાધારણ બની શકે છે. વ્યક્તિત્વની વિવિધતા દર્શાવે છે કે જીવન મૂલ્યો, સુસંગતતા અને શિસ્ત તમને જીવનમાં ઉચ્ચથી ઉચ્ચ તરફ લઈ જઈ શકે છે. આ પુસ્તકમાં દર્શાવેલા સંકલિત પ્રોજેક્ટ્સમાં ઘણા લોકો સામેલ છે. તમે તેમની સાથે કનેક્ટ થઈ શકો છો અને જો કનેક્ટ થવું શક્ય ન હોય તો તમે તમારા રહેણાક વિસ્તારમાં અથવા બીજે ક્યાંય પણ તમારા લેવલે કંઈક રચનાત્મક કરી, એકત્રિત માહિતીનો લાભ લઈ શકો છો અને તમારી જાગૃતિ વધારી શકો તે માટેનો આ એક નમ્ર પ્રયાસ છે. શ્રી લક્ષ્મણસિંહજી ઓછું ભણેલા હોવા છતાં તેમનાં કાર્યોને કારણે તેમને પદ્મશ્રી મળ્યો છે. રાકેશ ખત્રીજી આજે તેમની રુચિને કારણે પ્રખ્યાત થઈ ગયા છે. શ્રી રામસરન વર્માજીએ ખેડૂતોને મદદ કરી. પ્રોફેસર અનિલ ગુપ્તાએ એક પ્રોફેસરની જેમ સંપૂર્ણ સમર્પણ સાથે પોતાનું કામ કર્યું. શ્રી આત્મપ્રકાશજીએ યોગ દ્વારા સમાજસેવા કરી હતી. એ જ રીતે, અન્ય વ્યક્તિઓ પણ સતત કાર્યમાં વ્યસ્ત રહ્યા અને આજે પણ સમાજની સેવા કરી રહ્યા છે. પોતાનાં જ્ઞાન અને અનુભવોના અજવાળાને પૂરા વિશ્વમાં ફેલાવી, ભારતની ગરિમા અને ગૌરવને ઊંચાઈ પર પહોંચાડવા માટેનો ગૌરવપથ કંડારનારાઓની પ્રેરણાત્મક અનુભવગાથા એટલે ભારત-ગૌરવ!