ઋજુતા દિવેકરનું અત્યાર સુધીનું આ સૌથી મહત્વનું પુસ્તક છે. નવી પેઢીના બાળકોની તંદુરસ્તી અને આરોગ્યની સુરક્ષા માટેનું ઉત્તમ માર્ગદર્શન અહીં અપાયું છે. આ પુસ્તક જેટલું વાલીઓ માટે ઉપયોગી છે તેટલું જ બાળકો માટે જરૂરિયાતનું છે. બાળકોના આહાર માટેની અનેક ગેરમાન્યતાઓ અને મૂંઝવણો અંગે આ પુસ્તકમાં આંખ ખોલી નાંખે તેવી વાતો કરવામાં આવી છે. બાળકો પોતાના માટે યોગ્ય આહારની પસંદગી કરી શકે તેવી પ્રેરણા આ પુસ્તકમાંથી તેમને મળે છે. બાળકોનાં હિતોની સુરક્ષા કરવામાં નિષ્ફળ જવા બદલ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને પૉલિસી મેકર્સને પણ ઋજુતા ખુલ્લા પાડે છે. સમયની પાર ઉતરેલાં શાશ્વત સિદ્ધાંતોને મૉડર્ન ન્યુટ્રિઅન્ટ સાયન્સ સાથે જોડીને તૈયાર કરાયેલું આ પુસ્તક પ્રૅક્ટિકલ રીતે મદદરૂપ થાય એવું છે. દરેક ઉંમરના બાળકોને વિવિધ પરિસ્થિતીઓમાં આહાર અંગેની બધી જ ટિપ્સ આપવામાં આવી છે. આ પુસ્તક કોને કામ લાગશે... ૧૫ વર્ષ સુધીનાં બાળકો - સ્કુલનાં દિવસો - રજાઓ - પાર્ટીઝ સ્પૉર્ટ્સ - વધારે વજન - નબળી રોગપ્રતિકાર શક્તિ - ડાયાબિટીઝ વારંવાર આવતી માંદગીઓ અને એવું બીજું ઘણું બધું….
લેખક: ઋજુતા દિવેકર
પુસ્તકનું નામ: Healthy કિડ્સ
પાના: 215
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી