કોઈ પણ ઘટના અચાનક બની રહી હોય ત્યારે કેમેરો લઈને તેનો વિડીયો શુટીંગ કરવા માંડીએ તો તે દસ્તાવેજી ફિલ્મ થઈ ગણાય. કોઈ કલાકૃતિમાં એનો સમાવેશ થાય નહીં. ઉપરાંત દરેક વ્યક્તિનો એક સમય ચાલતો હોય છે.એ સમયમાં એના એક પછી એક બનતા બનાવો ક્રમશઃ મૂકી દેવામાં આવે તો એકવિધતા આવવાનો ભય રહે છે.
શ્રી ભરત વિંઝુડાનો ‘ચિત્તની લીલાઓ’ એનાથી અલગ પ્રકારનો ગઝલ સંગ્રહ છે. જે બનાવો બને છે તે નરી આંખે દેખાય છે. પણ દેખાય એ સીધે સીધું કવિતામાં ઢાળી દેવાથી કવિતા બંને નહીં. એ બનાવ કે અનુભવ ચિત્તમાં જુદી જુદી રીતે પ્રતિબિંબ પાડે છે. એટલે કે જે બને છે તે નહીં પણ ત્યારબાદ તે ચિત્તમાં શું શું લીલાઓ કરે છે, શું રસકીય પરિમાણ ઉમેરે છે.તેનો આ ગઝલ સંગ્રહ છે. કવિના અગાઉના સંગ્રહોની જેમ આ સંગ્રહમાં છંદ વૈવિધ્ય જળવાઈ રહે તેમ જ ભાવવિશ્વ પણ બદલાયા કરે તે માટે જુદા જુદા સમયે લખાયેલી અગાઉના પુસ્તકોમાં અપ્રગટ રહી હોય તેવી ૧૧૪ ગઝલોનો આ ઉત્તમ સંગ્રહ છે.
લેખક: ભરત વિંઝુડા
પુસ્તકનું નામ: ચિત્તની લીલાઓ
પાના: 114
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી