Author : Jatin Vora (જતિન વોરા)
આ પુસ્તક ભારતના બિગ બુલ, રાકેશ આ નામથી જ જાણીતા હતા, તેમના જીવનચરિત્રનું વર્ણન કરે છે. આમાં રાકેશનું એક વ્યક્તિ અને એક વ્યવસાયી એમ બંને રીતે વર્ણન કરવામાં આવ્યું છે. તેમની જીવનયાત્રાનું વર્ણન, તેમના શૅરબજારનાં રોકાણોના વિશ્લેષણ અને તેમણે આપેલાં અસંખ્ય ઇન્ટરવ્યૂ દ્વારા અદ્ભુત રીતે કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં, જે એક જીવનચરિત્ર કરતા વિશેષ છે, તેમાં મોટેભાગે જે શૅર દ્વારા તેઓ પોતાની સંપત્તિ ઊભી કરી શક્યા અને તેમણે જે ભૂલો કરી તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. શૅરબજારના આ મહાન રોકાણકારની જીવનયાત્રા દ્વારા, આ પુસ્તક રિટેલ રોકાણકારોને એક આગવી આંતરસૂઝ અને સમજ પૂરી પાડે છે – લાંબા ગાળાનાં રોકાણોના ફાયદાઓ, શૅરબજારમાં જે ભૂલ ન કરવી જોઈએ તે બાબતની માહિતી અને ઉધારીના સોદાઓમાં રહેલું જોખમ સહિત અન્ય બાબતો વિશે સમજણ આપે છે.