Author : Dr. Kanubhai Joshi (ડૉ. કનુભાઈ જોષી)
પંડિત દીનદયાળ ઉપાધ્યાય એટલે યુગદ્રષ્ટા રાષ્ટ્રપુરુષ અને માનવદર્શન તથા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રણેતા. પંડિતજીના વિરાટ જીવન અને કવનને અહીં પ્રેરણાત્મક રીતે કંડારાયું છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિશેના આ પુસ્તકમાં તેમના જીવનચરિત્રની સાથે આ મહાપુરુષના જીવનસંદેશ સ્વરૂપે આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજનૈતિક અને સામાજિક દાર્શનિક ચિંતનના સાહિત્યનું વાંચનભાથું પણ છે. પુસ્તકના પ્રત્યેક પ્રકરણમાંથી આદર્શ જીવનશૈલી તથા સનાતન વૈદિક ધર્મના ધર્માચરણની પ્રેરણા મળશે. પંડિતજીની જીવનગાથાના આ પુસ્તકનું વાચન – પ્રાકૃતિક જીવનના નિયમો, કર્મનાં પરિણામો, માતૃભૂમિ માટે સમર્પણનો ભાવ ઉજ્જ્વળ કરશે. તમારા મનમાં ‘નમસ્તે સદા વત્સલે માતૃભૂમે । ત્વયા હિન્દુભૂમે સુખમ્ વર્ધિનો હમ...’ પ્રાર્થના સ્વરૂપે રાષ્ટ્રભક્તિની પ્રેરણાનું ગાન ગુંજી ઊઠશે.
લેખક: ડૉ. કનુભાઈ જોષી
પુસ્તકનું નામ: પંડિત દીનદયાળ ઉપાધ્યાય
પાના: 124
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી