*દુનિયાના સૌથી દિલચસ્પ અને વિવાદાસ્પદ ઇનોવેટરની વાચવાલાયક જીવનકથા*
વિશ્વભરમાં થોડા સમયથી ચર્ચામાં રહેલા ઇલોન મસ્ક ટેસ્લા, સ્પેસ એક્સ, X જેવી કંપનીઓનાં માલિક છે. તેમની વિશે ગુજરાતીમાં પહેલીવાર આટલું વિસ્તૃત જીવનચરિત્ર પ્રગટ થયું છે. જન્મથી સ્ટારશિપ લોંચ સુધીની ઈલોન મસ્કની સફર એકદમ રસપ્રદ શૈલીમાં અહીં રજૂ થઈ છે. નિષ્ફળતા અને સફળતાનો સામનો કરી વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બનનાર પ્રતિભાના જીવનમાં ડોકિયું કરાવતું પુસ્તક.