Author : Vinesh Antani (વીનેશ અંતાણી)
સુપ્રસિદ્ધ સાહિત્યકાર વીનેશ અંતાણીનાં સાહિત્યસર્જનમાં પરંપરા, આધુનિકતા, પ્રયોગશીલતા, નગરજીવન, ગ્રામ્યજીવન, સ્ત્રી-પુરુષોના સંબંધોની સંકુલતા અને માનવમનનાં ઊંડાણ આગવી દૃષ્ટિથી નિરૂપાયાં છે. સર્જનાત્મક અને રસાળ ગદ્ય એમનો વિશેષ છે. એમના વિપુલ સાહિત્યરૂપી સાગરના દરેક કિનારે સાચાં મોતી જેવી અનેક મનનીય કંડિકાઓ દરેક પેઢીનાં વાચકો ભરપૂર માણતાં રહ્યાં છે.
•
વીનેશ અંતાણી રચિત નવલકથાઓ, વાર્તાઓ અને નિબંધોમાંથી
હિતેશ જાનીએ વીણેલાં Quotable Quotesનાં મોતીઓનો વિશિષ્ટ સંચય
‘કિનારે કિનારે મોતી’