લેખક: રાજેશ વ્યાસ 'મિસ્કીન'
પુસ્તકનું નામ: મળેલાં જ મળે છે
પાના: 159
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ એટલે એવા ગઝલકાર જેમણે ગુજરાતી ગઝલની ક્ષિતિજોને વિસ્તારી, ગુજરાતી ગઝલમાં આધ્યાત્મિકતાનો સૂર મિલાવ્યો, જેમની ગઝલોમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય સાધ્યો, જેમણે આત્મીય સંબંધોની વેદનાને સંવેદનામાં પરિવર્તિત કરી છે, અને ગુજરાતી ગઝલને ગુજરાતીપણું બક્ષ્યું છે. પોતાની વિશિષ્ટ છટા અને આગવી બાનીથી ચોટદાર ગઝલોનું સર્જન કરનાર આપણી ભાષાના પ્રમુખ ગઝલકારોમાંનાં એક રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નાં દસ ગઝલ સંગ્રહો ઝેન ઓપસ દ્વારા એક સાથે પ્રકાશિત થઇ રહ્યા છે. QR શ્રાવ્યથી સજ્જ આ ગઝલો આપ કવિના અવાજમાં સાંભળી પણ શકશો અને વાંચી પણ શકશો.