ભારત રાષ્ટ્રનો પ્રાણ માતૃશક્તિ છે. લગભગ એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે વિદેશ જઈને ડંકાની ચોટે કહ્યું હતું કે, ભારતની સ્ત્રીઓનું શીલ, ચારિત્ર્ય, મર્યાદા, નિખાલસતા, ભોળપણ અને કર્તવ્યનિષ્ઠા વિશ્વના અન્ય કોઈ દેશની મહિલાઓમાં દેખાઈ નથી. કોઈપણ રાષ્ટ્રનો નારીવાદી અંગેનો આદર્શ વિચાર ફક્ત તે રાષ્ટ્રના સમગ્ર જીવન સંદર્ભે જ સમજી શકાય. જો આપણે ભારતીય સ્ત્રી-જીવનની યાત્રા સમજવા માંગતાં હોઈએ તો આપણે પહેલાં આપણી આ ભૂમિ પરના જીવનનો આદર્શ, જીવન પરત્વેનો દૃષ્ટિકોણને સમજવો જ પડશે. ‘માતૃશક્તિ’ શબ્દમાં જ શક્તિ છે, એને સંયમિત કરવાની જરૂર છે. શક્તિનું સર્જન શક્તિ કરે પણ એ શક્તિ સર્જનના માર્ગમાં હોય તો વિશ્વકલ્યાણ થાય. પણ જો શક્તિ વિધ્વંસના માર્ગ પર હશે તો પોતાને પણ નહીં બચાવી શકે. આ સર્જનની શક્તિ આત્મવિસર્જન કરતી જણાઈ રહી છે, ત્યારે ભારતકન્યાઓ ભારતભક્તિનું ધ્યેય નિર્ધારિત કરે, ગાર્ગી, સીતા, દમયંતી કે સાવિત્રીના ચરિત્રને સમજે અને આત્મશક્તિની પૂજા દ્વારા આત્મવિસર્જન અટકાવે એ જરૂરી છે. આજના વાતાવરણમાં લોકો સ્વામી વિવેકાનંદના નારી વિશે વ્યક્ત કરેલા વિચારો જાણે એ અત્યંત જરૂરી છે. બહેન રસિકબા કેસરિયાએ સ્વામી વિવેકાનંદના ક્રાંતિકારી અને પ્રેરણાત્મક નારીવિષયક વિચારોને આ પુસ્તકમાં સંકલિત કરીને મૂક્યા છે.
લેખક: રસિકબા કેસરિયા
પુસ્તકનું નામ: સ્વામી વિવેકાનંદની નજરે માતૃશક્તિ
પાના: 128
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી