લેખક: રજનીકુમાર પંડયા
પુસ્તકનું નામ: માયાનગર
પાના: 214
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
માત્ર ૧૪ વર્ષની કુમળી વયે લગ્નગ્રંથિમાં બંધાઈ પતિનો અત્યાચાર સહન કરતાં ધનબાઈ એક સમયે ગરમ પાણીના કુંડમાં પડી આત્મહત્યાનો પ્રયાસ તો કરે છે. પરંતુ ત્યાર બાદ ગાંધીજીની પ્રેરણાથી સહનશક્તિ અને આત્મબળ કેળવી બને છે એક સમર્પિત સમાજસેવિકા.
છૂટીછવાઈ નોકરી અને મજૂરીથી જીવનસફર શરૂ કરનાર ભવાનીલાલ જૈન પત્નીના નસીબે મોટા વેપારી બને છે અને માનવકલ્યાણ અર્થે આદિવાસીઓના ઉત્થાન માટે આશ્રમ અને દવાખાનાં ખોલી પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે.
ફિલ્મી સાહિત્ય અને સામગ્રીના સંગ્રહનો શોખ ધરાવનાર વડોદરાના ભરત જરાદી માટે આ શોખ જખમ બની જાય છે અને આ અમૂલ્ય ખજાનો નજીવી કિંમતે વેચવા તૈયાર થઈ જાય છે.
ક્યાંક નસીબની બલિહારી તો ક્યાંક સમાજની ઠોકર! છતાં પણ જેમનું જીવન પ્રેરણાની સુવાસથી મઘમઘી રહ્યું છે એવાં કેટલાંક પાત્રો આપણાથી અજાણ રહી ગયાં હશે. આ પાત્રોને જીવંત રાખ્યાં છે વાર્તાકાર રજનીકુમાર પંડ્યાએ પોતાના સંવેદનશીલ પુસ્તક ‘માયાનગર’માં.