કોણ માનશે? કે…
આઇઆઇટીમાં પ્રવેશ મળ્યો હોવા છતાં તેઓ તે સંસ્થામાં અભ્યાસ કરી શક્યા ન હતા, કારણ કે તેમના પિતા પાસે તેમને ભણાવવાના નાણાં નહોતા.
પોતાના સાત મિત્રો સાથે નવી કંપની શરૂ કરવા તેમણે પોતાની પત્ની પાસેથી રૂ. 10,000/- ઉછીના લીધા હતા.
નાનકડી ગેરસમજને કારણે યુરોપના એક સામ્યવાદી દેશની જેલમાં તેમણે 60 કલાક ગાળ્યા હતા.
કમ્પ્યૂટરની દુનિયામાં પ્રવેશ મેળવવા તેમણે અમદાવાદની આઇઆઇએમમાં નજીવા પગારે નોકરી કરી.
આજે નારાયણ મૂર્તિ અને તેમના મિત્રોની કંપની ઇન્ફોસિસ – 1,30,000 વ્યક્તિઓને રોજગારી આપે છે અને જેનો વાર્ષિક નફો રૂ. 1000 કરોડથી પણ વધુ છે.
આ ઉજ્જ્વળ સફળતા પાછળ રહેલા મૂલ્યવાન જીવનનું અહીં આલેખન થયું છે.
જીવનમાં પ્રેરણા અને દિશાસૂચન આપે તેવા આ પુસ્તકનું સ્થાન તમારા જીવનમાં ક્યાં હોવું જોઈએ તે તમારે નક્કી કરવાનું છે.