Author : Gambhirsinh Gohil (ગંભીરસિંહ ગોહિલ)
લેખક: ગંભીરસિંહ ગોહિલ
પુસ્તકનું નામ: પ્રજાવત્સલ રાજવી (સંક્ષિપ્ત)
પાના: 308
બાઈન્ડીંગ: પાકું પુંઠું
ભાષા: ગુજરાતી
*નકલો ખલાસ થાય તે પહેલા વસાવી લેવા જેવો એક અદભુત ગ્રંથ*
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક ઉત્તમ રાજવીથીએ વિશેષ, મોટા ગજાના માનવી હતા. તેમની પ્રજાવત્સલતા સહિતના વિવિધ ગુણો, જીવનપ્રસંગો અને અપાર માનવ-ભાવનાઓનું દર્શન કરાવતો દળદાર ગ્રંથ શ્રી ગંભીરસિંહ ગોહિલે 2012 માં પ્રથમ પ્રગટ કરેલ અને ચોમેર એની પ્રશંસા થયેલ.
રજવાડાઓનો ઇતિહાસ તથા ભાવનગરની સાંસ્કૃતિક વિરાસતમાં રસ ધરાવતા સહુ માટે આવશ્યક વાચન. ભાવનગરમાં રહેતા અને ભાવનગર છોડીને બીજે સ્થાયી થયેલા સાહિત્યપ્રેમીઓ માટે તો અનોખો ખજાનો.
વર્ષોથી અપ્રાપ્ય આ અદ્ભુત પુસ્તકની લેખકે પોતે જ કરેલ સંક્ષિપ્ત આવૃત્તિ પ્રગટ થયેલ છે. પાકું પૂઠું, 300 થી વધુ પાના, અનેક બ્લેક એન્ડ વ્હાઇટ તથા રંગીન દુર્લભ ફોટોગ્રાફ્સ ધરાવતું આ પુસ્તક દરેક ઘરે પહોંચે એવી લોકમિલાપની ઈચ્છા છે.