Home/ Detail Info
Back

ABOUT BOOK


આ પુસ્તકના મુખ્ય બે જ હેતુ છે : રાહત અને રૂઝ. રડતા હૈયાને છાનું રાખવા માટે સહાનુભૂતિ, સ્પર્શ અને સથવારાની જરૂર પડે છે. અને ક્યારેક કોઈ સાવ અપરિચિત વ્યક્તિ દ્વારા લખાયેલા શબ્દો આ ત્રણેય ભૂમિકા ભજવી અશાંત મનને શાતા અને સ્થિરતા આપી જતા હોય છે. એક મૂંગું પુસ્તક ક્યારેક એક હજાર વાચાળ મનુષ્યો કરતાં વધારે સથવારો અને સધિયારો આપતું હોય છે. આ એક એવી ‘રેસ્ક્યુ બુક’ છે જે જીવતરની પીડામાં થોડી રાહત આપશે. ભાવનાત્મક આઘાતોથી ઈજાગ્રસ્ત થયેલા અંત:કરણ પર થોડી રૂઝ લાવશે. દુઃખતા હૈયાને ટાઢક આપશે. દુભાયેલા મનને આશ્વાસન આપશે. સ્વીકાર અને પ્રેમની શોધમાં રઝળપાટ કરીને થાકી ગયેલી જાતને થોડો આરામ આપશે. આ પુસ્તકનો પ્રવાસ એ સ્વની બચાવપ્રક્રિયા છે. વારંવાર થતી ભાવનાત્મક દુર્ઘટનાઓ અને આત્મીય લોકો સાથેના અકસ્માતોની વચ્ચે જાત માટે અત્યંત જરૂરી એવું બચાવકાર્ય છે.


DETAILS


Title
:
Rescue Book
Author
:
Dr. Nimit Oza (ડો . નિમિત્ત ઓઝા)
Publication Year
:
2023
Translater
:
-
ISBN
:
9789392592362
Pages
:
243
Binding
:
Hard Cover
Language
:
Gujarati