Home/ Detail Info
Back

ABOUT BOOK


લેખક: હર્ષ મેસવાણિયા 

પુસ્તકનું નામ: સુપર Women

પાના: 161

બાઈન્ડીંગ: પેપરબેક

ભાષા: ગુજરાતી

સ્ત્રીને એક અવસર મળે તો સફળતા એ આપોઆપ મેળવી લે છે. પહેલે પગથિયે પગ મૂકવાની તક મળે તો શિખરે પહોંચવાની આવડત સ્ત્રીમાં જન્મજાત હોય છે. 20મી સદીમાં અનેકાનેક ક્ષેત્રોમાં મહિલાઓએ આપબળે તક સર્જીને જે પરિણામો મેળવ્યાં તે નજર સામે છે. મહિલાઓએ એવરેસ્ટ આંબ્યો, આકાશી ઉડાન ભરી, વિમાનમાં એકલા સવાર થઈને સાત સમંદર પાર કર્યા. * મહિલાઓ એવરેસ્ટ સુધી પહોંચવાનો સપનેય વિચાર નહોતી કરતી એ અરસામાં, જુન્કો તાબેઈએ બધી જ વિપરીત પરિસ્થિતિમાં એ સાહસ કરી બતાવ્યું. મહિલાઓ અવાજની ઝડપે ન ઊડી શકે એવું કહેવાતું ત્યારે જેક્લિન કોચરન અને જેક્લિન ઓરિયલે ઝડપના નવા આયામો સર કર્યા. * 21મી સદીમાંય એ સિલસિલો આગળ વધ્યો. હાથ ગુમાવ્યા પછી પાઇલટ બનવાની કલ્પનાય ન થાય, પરંતુ જેસિકા કોક્સે દુનિયાને ઉદાહરણ પૂરું પાડ્યું. મહિલાઓ માત્ર સર્ફેસ સર્ફિંગ કરી શકે એવી માન્યતાને બિગ વેવ સર્ફર માયા ગબૈરાએ ઊંધી વાળી દીધી. ડી કેફરીએ બબ્બે વખત એકલપંડે સમંદર ખૂંદ્યો. 25-26 વર્ષે સારા આઉટને મશીનના ઉપયોગ વગર આપબળે જમીની અને દરિયાઈ પ્રવાસ કરીને વિશ્વપ્રવાસ કર્યો. 18-19 વર્ષની ઝારા રૂથરફોર્ડે એકલા કોઈના સાથ વિના વિમાન લઈને દુનિયાનું આકાશ માપ્યું. * સાઈના નેહવાલે આકરા પરિશ્રમથી બૅડમિન્ટનમાં વર્લ્ડ નંબર વનનો તાજ મેળવીને ઇતિહાસ રચ્યો. કલ્પના ચાવલાએ ભારતીય મહિલાઓ માટે અંતરીક્ષમાં જવાનાં દ્વાર ખોલી દીધાં. * આ પુસ્તકમાં એવી મહિલાઓની પ્રેરક સંઘર્ષકથા આલેખાઈ છે, જેમના વિશે કદાચ ભારતની એકેય ભાષામાં એક વાક્ય સુધ્ધાં નથી લખાયું, જે સંઘર્ષકથાઓ દાયકાઓ સુધી યાદ રહેે. * એવું એકપણ ક્ષેત્ર નથી જેમાં મહિલાઓ મેદાન ન મારી શકે! – આવી સંઘર્ષકથાઓનાં જીવંત ઉદાહરણો જાણવાં માટે અચૂક વાંચવું પડે એવું પુસ્તક.

DETAILS


Title
:
Super Women
Author
:
Harsh Mesvaniya (હર્ષ મેસવાણિયા)
Publication Year
:
-
Translater
:
-
ISBN
:
9788119644001
Pages
:
-
Binding
:
-
Language
:
-