Author : Mahesh Dutt Sharma (મહેશ દત્ત શર્મા)
શું તમે ભારતના જેમ્સ બૉન્ડને ઓળખો છો?
આ એક એવી વ્યક્તિ છે જે નીડરતા, નેતૃત્વ અને નિર્ભયતા જેવાં અનેક ગુણો ધરાવે છે.
એમનું નામ છે ડોભાલ, અજિત ડોભાલ – ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર!
કઈ છે અજિત ડોભાલની વીરતાભરી સિદ્ધિઓ?
અજિત ડોભાલે અનેક મુશ્કેલ અને ખતરનાક કામગીરીઓનું સફળતાપૂર્વક નેતૃત્વ કરીને ભારતની અખંડિતતાને અકબંધ રાખવામાં અપ્રતિમ યોગદાન આપ્યું છે.
રાષ્ટ્રની સુરક્ષા અને સન્માનને સર્વોપરી માનનારા, મક્કમ તથા કઠિન નિર્ણયો લેવામાં માહેર અજિત ડોભાલનું ગુજરાતીમાં પ્રકાશિત આ એકમાત્ર પ્રેરણાદાયી જીવનચરિત્ર– રાષ્ટ્ર માટે તેમના સમર્પિત જીવનનો ઊજળો હિસાબ આપે છે.