Home/ Detail Info
Back

ABOUT BOOK


એકવીસ વર્ષનો પૃથ્વી એક આધેડ વયના રહસ્યમય અઘોરી – ઓમ શાસ્ત્રીને શોધી રહ્યો છે, જેને પકડીને નિર્જન ભારતીય ટાપુ પર ઉચ્ચ તકનીકી સુવિધાવાળી ઇમારતમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે અઘોરીને નિષ્ણાતોની ટીમ દ્વારા પૂછપરછ માટે માદક દ્રવ્ય આપવામાં આવ્યાં અને હિપ્નોટાઇઝ કરવામાં આવ્યો, ત્યારે એણે ચારેય યુગો જોયા હોવાનો દાવો કર્યો અને કહ્યું કે, એણે રામાયણ તેમજ મહાભારતની ઘટનાઓમાં ભાગ લીધો હતો. ભૂતકાળના એ ઘટસ્ફોટ થકી એણે દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા, કારણ કે મૃત્યુના નિયમ તૂટી ચૂક્યા હતા. ટીમને એ પણ જાણવા મળ્યું કે ઓમ દરેક યુગમાં બીજા અમર લોકોની શોધમાં હતો. આ વિચિત્ર રહસ્યો જો જાહેર કરવામાં આવે, તો પ્રાચીન માન્યતાઓ હચમચી જાય અને ભવિષ્યનો માર્ગ બદલી જાય. તો, ઓમ શાસ્ત્રી કોણ છે? એને કેમ પકડવામાં આવ્યો? પૃથ્વી એને કેમ શોધી રહ્યો છે? ઓમ શાસ્ત્રીનાં રહસ્યો, પૃથ્વીની શોધ અને હિંદુ પૌરાણિક કથાઓનાં અન્ય ભેદી અમર પાત્રોનાં સાહસોની સફરમાં તમે પણ જોડાઈ જાઓ

DETAILS


Title
:
The Hidden Hindu 2
Author
:
Akshat Gupta (અક્ષત ગુપ્તા)
Publication Year
:
2025
Translater
:
અનુવાદ: પરખ ઓમ ભટ્ટ - વિકી ત્રિવેદી
ISBN
:
9789393237347
Pages
:
284
Binding
:
Paperback
Language
:
Gujarati